Genesis 18 - WEB (Gujarati)
1 Yahweh appeared to him by the oaks of Mamre, as he sat in the tent door in the heat of the day.પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો.
2 He lifted up his eyes and looked, and saw that three men stood opposite him. When he saw them, he ran to meet them from the tent door, and bowed himself to the earth,ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા.
3 and said, "My lord, if now I have found favor in your sight, please don't go away from your servant.ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો.
4 Now let a little water be fetched, wash your feet, and rest yourselves under the tree.હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો.
5 I will get a morsel of bread so you can refresh your heart. After that you may go your way, now that you have come to your servant." They said, "Very well, do as you have said."હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
6 Abraham hurried into the tent to Sarah, and said, "Quickly make ready three measures of fine meal, knead it, and make cakes."ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.”
7 Abraham ran to the herd, and fetched a tender and good calf, and gave it to the servant. He hurried to dress it.પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.”
8 He took butter, milk, and the calf which he had dressed, and set it before them. He stood by them under the tree, and they ate.પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
9 They said to him, "Where is Sarah, your wife? He said, "See, in the tent."તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?” ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”
10 He said, "I will certainly return to you when the season comes round. Behold, Sarah your wife will have a son." Sarah heard in the tent door, which was behind him.ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી.
11 Now Abraham and Sarah were old, well advanced in age. It had ceased to be with Sarah after the manner of women.ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો.
12 Sarah laughed within herself, saying, "After I have grown old will I have pleasure, my lord being old also?"એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”
13 Yahweh said to Abraham, "Why did Sarah laugh, saying, 'Will I really bear a child, yet I am old?'યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા હસીને કેમ બોલી કે, ‘મને બાળક જન્મશે ખરું?” હું તો ઘરડી થઈ છું!”
14 Is anything too hard for Yahweh? At the set time I will return to you, when the season comes round, and Sarah will have a son."શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વષેર્ તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”
15 Then Sarah denied, saying, "I didn't laugh," for she was afraid." He said, "No, but you did laugh."પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.) પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”
16 The men rose up from there, and looked toward Sodom. Abraham went with them to see them on their way.પછી તે પુરુષો જવા માંટે ઊઠયા, તેઓએ સદોમ તરફ નજર કરી અને તે તરફ ચાલી નીકળ્યાં. ઇબ્રાહિમ તેઓને વિદાય આપવા માંટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો.
17 Yahweh said, "Will I hide from Abraham what I do,યહોવાએ વિચાર્યું, “જે હું હમણા કરવાનો છું તે શું ઇબ્રાહિમને કહી દઉં?
18 seeing that Abraham has surely become a great and mighty nation, and all the nations of the earth will be blessed in him?ઇબ્રાહિમમાંથી એક મહાન અને શકિતશાળી પ્રજા ઉત્પન્ન થનાર છે. અને તેને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે.
19 For I have known him, to the end that he may command his children and his household after him, that they may keep the way of Yahweh, to do righteousness and justice; to the end that Yahweh may bring on Abraham that which he has spoken of him."મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”
20 Yahweh said, "Because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous,પછી યહોવાએ કહ્યું, “મેં ઘણી વખત સાંભળ્યું છે કે, સદોમ અને ગમોરાહના લોકો ઘણાં જ ખરાબ છે, તે જગ્યાએથી આવતાં આર્તનાદનું કારણ તેઓ છે. તેમનાં પાપ ઘણા ગંભીર છે.
21 I will go down now, and see whether they have done altogether according to the cry of it, which is come to me. If not, I will know."એટલા માંટેં હું ત્યાં જઈશ અને જોઈશ કે, મેં સાંભળ્યુંં છે તેટલી ખરાબ હાલત છે? પછી મને બરાબર ખબર પડશે.”
22 The men turned from there, and went toward Sodom, but Abraham stood yet before Yahweh.પછી તે લોકો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પરંતુ ઇબ્રાહિમ હજુ પણ યહોવાની સામે ઊભો રહ્યો.
23 Abraham drew near, and said, "Will you consume the righteous with the wicked?પછી ઇબ્રાહિમે યહોવાને કહ્યું, “હે યહોવા! તમે દુષ્ટ લોકોની સાથે સારા લોકોનો પણ નાશ કરવાનું ખરેખર વિચારો છો?
24 What if there are fifty righteous within the city? Will you consume and not spare the place for the fifty righteous who are therein?જો તે નગરમાં 50 સારા માંણસો હોય તો પણ તમે એ નગરનો નાશ કરશો? એ 50 સારા માંણસોને માંટે તમે નગરને બચાવી નહિ લો?
25 Be it far from you to do things like that, to kill the righteous with the wicked, that so the righteous should be as the wicked. May that be far from you. Shouldn't the Judge of all the earth do right?"દુષ્ટોની સાથે સારા માંણસોને પણ માંરી નાખશો? એ તો તમને ના શોભે! તો તો સારા માંણસોની દશા પણ દુષ્ટોના જેવી જ થાય! એ તમને શોભે નહિ. હું જાણું છું આખી પૃથ્વીનો ન્યાય કરનાર સાચો ન્યાય કરશે.”
26 Yahweh said, "If I find in Sodom fifty righteous within the city, then I will spare all the place for their sake."ત્યારે યહોવાએ કહ્યું, “જો મને સદોમ નગરમાં 50 સારા લોકો મળશે તો, હું આખા નગરને બચાવી લઈશ.”
27 Abraham answered, "See now, I have taken it on myself to speak to the Lord, who am but dust and ashes.ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, તમાંરી સામે તો હું રાખ અને ધૂળ બરાબર છું. પરંતું તું મને થોડું વધારે કષ્ટ આપવાની તક આપ. અને મને એ પૂછવા દે.
28 What if there will lack five of the fifty righteous? Will you destroy all the city for lack of five?" He said, "I will not destroy it, if I find forty-five there."ધારો કે, સારા માંણસો પૂરા 45 ના હોય, અને5 ઓછા હોય તો એ પાંચને કારણે તમે આખા શહેરનો નાશ કરશો?”ત્યારે યહોવાએ કહ્યું, “જો મને ત્યાં 45 મળશે, તોપણ હું નાશ નહિ કરુ.”
29 He spoke to him yet again, and said, "What if there are forty found there?" He said, "I will not do it for the forty's sake."ઈબ્રાહિમે ફરીથી યહોવાને કહ્યું, “ધારો કે, કદાચ તમને 40 સારા માંણસો મળે, તો શું તમે નગરનો નાશ કરશો?”યહોવાએ કહ્યું, “જો મને 40 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
30 He said, "Oh don't let the Lord be angry, and I will speak. What if there are thirty found there?" He said, "I will not do it, if I find thirty there."ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવ, કૃપા કરીને માંરા પર નારાજ ના થશો. મને એમ પૂછવા દો, ધારો કે, નગરમાં માંત્ર 30 સારા લોકો મળ્યા, તો તમે શું નગરનો નાશ કરશો?”યહોવાએ કહ્યું, “જો મને 30 સારા માંણસો મળશે તોપણ હું તે નગરનો નાશ નહિ કરું.”
31 He said, "See now, I have taken it on myself to speak to the Lord. What if there are twenty found there?" He said, "I will not destroy it for the twenty's sake."ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, હું તમને ફરીવાર તકલીફ આપીને પૂછું છું કે, ધારો કે, ત્યાં 20 જ સારા લોકો હોય તો?”યહોવાએ ઉત્તર આપ્યો, “જો મને 20 સારા માંણસો મળશે, તો પણ હું નગરનો નાશ નહિ કરું.”
32 He said, "Oh don't let the Lord be angry, and I will speak yet but this once. What if ten are found there?" He said, "I will not destroy it for the ten's sake."ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, જો તમે ગુસ્સે ના થાવ તો આ છેલ્લી વાર પૂછું છું, ધારો કે ત્યાં દશ જ સારા માંણસો મળે તો તમે શું કરશો?”યહોવાએ કહ્યું, “જો મને નગરમાં માંત્ર 10 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
33 Yahweh went his way, as soon as he had finished communing with Abraham, and Abraham returned to his place.યહોવાએ ઇબ્રાહિમ સાથે બોલવાનું બંધ કરી દીધું, એટલે યહોવા ચાલ્યા ગયા; અને ઇબ્રાહિમ પોતાને ઘેર પાછો ફર્યો.
Gujarati Bible