Genesis 11 - YLT (Gujarati)
1 And the whole earth is of one pronunciation, and of the same words,જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.
2 and it cometh to pass, in their journeying from the east, that they find a valley in the land of Shinar, and dwell there;લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા.
3 and they say each one to his neighbour, `Give help, let us make bricks, and burn `them' thoroughly:' and the brick is to them for stone, and the bitumen hath been to them for mortar.લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.
4 And they say, `Give help, let us build for ourselves a city and tower, and its head in the heavens, and make for ourselves a name, lest we be scattered over the face of all the earth.'પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”
5 And Jehovah cometh down to see the city and the tower which the sons of men have builded;ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા.
6 and Jehovah saith, `Lo, the people `is' one, and one pronunciation `is' to them all, and this it hath dreamed of doing; and now, nothing is restrained from them of that which they have purposed to do.યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ.
7 Give help, let us go down, and mingle there their pronunciation, so that a man doth not understand the pronunciation of his companion.'એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”
8 And Jehovah doth scatter them from thence over the face of all the earth, and they cease to build the city;આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું.
9 therefore hath `one' called its name Babel, for there hath Jehovah mingled the pronunciation of all the earth, and from thence hath Jehovah scattered them over the face of all the earth.તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.
10 These `are' births of Shem: Shem `is' a son of an hundred years, and begetteth Arphaxad two years after the deluge.આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વષેર્ શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી
11 And Shem liveth after his begetting Arphaxad five hundred years, and begetteth sons and daughters.શેમ 500 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્ર-પુત્રીઓ થયા.
12 And Arphaxad hath lived five and thirty years, and begetteth Salah.આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો.
13 And Arphaxad liveth after his begetting Salah four hundred and three years, and begetteth sons and daughters.આર્પાકશાદ 403 વર્ષ જીવતો રહ્યો. અને તે અરસામાં તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
14 And Salah hath lived thirty years, and begetteth Eber.જયારે શેલાહ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં હેબેરનો જન્મ થયો.
15 And Salah liveth after his begetting Eber four hundred and three years, and begetteth sons and daughters.હેબેરના જન્મ પછી શેલાહ 403 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
16 And Eber liveth four and thirty years, and begetteth Peleg.જયારે હેબર 34 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં પેલેગનો જન્મ થયો.
17 And Eber liveth after his begetting Peleg four hundred and thirty years, and begetteth sons and daughters.પેલેગના જન્મ પછી હેબેર 430 વર્ષ જીવતો રહ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
18 And Peleg liveth thirty years, and begetteth Reu.જયારે પેલેગ 30 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ‘રેઉ’ નો જન્મ થયો.
19 And Peleg liveth after his begetting Reu two hundred and nine years, and begetteth sons and daughters.રેઉના જન્મ પછી પેલેગ 209 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં હતા.
20 And Reu liveth two and thirty years, and begetteth Serug.જયારે રેઉ 32 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં સરૂગનો જન્મ થયો.
21 And Reu liveth after his begetting Serug two hundred and seven years, and begetteth sons and daughters.સરૂગના જન્મ પછી રેઉ 207 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
22 And Serug liveth thirty years, and begetteth Nahor.જયારે સરૂગ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં નાહોર જન્મ્યો.
23 And Serug liveth after his begetting Nahor two hundred years, and begetteth sons and daughters.નાહોરના જન્મ પછી સરૂગ 200 વરસ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
24 And Nahor liveth nine and twenty years, and begetteth Terah.જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર ‘તેરાહ’નો જન્મ થયો.
25 And Nahor liveth after his begetting Terah an hundred and nineteen years, and begetteth sons and daughters.તેરાહના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
26 And Terah liveth seventy years, and begetteth Abram, Nahor, and Haran.જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.
27 And these `are' births of Terah: Terah hath begotten Abram, Nahor, and Haran; and Haran hath begotten Lot;આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો.
28 and Haran dieth in the presence of Terah his father, in the land of his birth, in Ur of the Chaldees.હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના ‘ઉર’ નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા ‘તેરાહ’ જીવતો હતો.
29 And Abram and Nahor take to themselves wives; the name of Abram's wife `is' Sarai, and the name of Nahor's wife `is' Milcah, daughter of Haran, father of Milcah, and father of Iscah.ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો.
30 And Sarai is barren -- she hath no child.સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.
31 And Terah taketh Abram his son, and Lot, son of Haran, his son's son, and Sarai his daughter-in-law, wife of Abram his son, and they go out with them from Ur of the Chaldees, to go towards the land of Canaan; and they come unto Charan, and dwell there.તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના ‘ઉર’ નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
32 And the days of Terah are two hundred and five years, and Terah dieth in Charan.તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.
Gujarati Bible