Genesis 11 - DBY (Gujarati)
1 And the whole earth had one language, and the same words.જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.
2 And it came to pass as they journeyed from the east, that they found a plain in the land of Shinar, and dwelt there.લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા.
3 And they said one to another, Come on, let us make bricks, and burn [them] thoroughly. And they had brick for stone, and they had asphalt for mortar.લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.
4 And they said, Come on, let us build ourselves a city and a tower, the top of which [may reach] to the heavens; and let us make ourselves a name, lest we be scattered over the face of the whole earth.પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”
5 And Jehovah came down to see the city and the tower which the children of men built.ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા.
6 And Jehovah said, Behold, the people is one, and have all one language; and this have they begun to do. And now will they be hindered in nothing that they meditate doing.યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ.
7 Come, let us go down, and there confound their language, that they may not understand one another's speech.એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”
8 And Jehovah scattered them thence over the face of the whole earth. And they left off building the city.આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું.
9 Therefore was its name called Babel; because Jehovah there confounded the language of the whole earth. And Jehovah scattered them thence over the face of the whole earth.તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.
10 These are the generations of Shem. Shem was a hundred years old, and begot Arphaxad two years after the flood.આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વષેર્ શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી
11 And Shem lived after he had begotten Arphaxad five hundred years, and begot sons and daughters.શેમ 500 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્ર-પુત્રીઓ થયા.
12 And Arphaxad lived thirty-five years, and begot Shelah.આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો.
13 And Arphaxad lived after he had begotten Shelah four hundred and three years, and begot sons and daughters.આર્પાકશાદ 403 વર્ષ જીવતો રહ્યો. અને તે અરસામાં તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
14 And Shelah lived thirty years, and begot Eber.જયારે શેલાહ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં હેબેરનો જન્મ થયો.
15 And Shelah lived after he had begotten Eber four hundred and three years, and begot sons and daughters.હેબેરના જન્મ પછી શેલાહ 403 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
16 And Eber lived thirty-four years, and begot Peleg.જયારે હેબર 34 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં પેલેગનો જન્મ થયો.
17 And Eber lived after he had begotten Peleg four hundred and thirty years, and begot sons and daughters.પેલેગના જન્મ પછી હેબેર 430 વર્ષ જીવતો રહ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
18 And Peleg lived thirty years, and begot Reu.જયારે પેલેગ 30 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ‘રેઉ’ નો જન્મ થયો.
19 And Peleg lived after he had begotten Reu two hundred and nine years, and begot sons and daughters.રેઉના જન્મ પછી પેલેગ 209 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં હતા.
20 And Reu lived thirty-two years, and begot Serug.જયારે રેઉ 32 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં સરૂગનો જન્મ થયો.
21 And Reu lived after he had begotten Serug two hundred and seven years, and begot sons and daughters.સરૂગના જન્મ પછી રેઉ 207 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
22 And Serug lived thirty years, and begot Nahor.જયારે સરૂગ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં નાહોર જન્મ્યો.
23 And Serug lived after he had begotten Nahor two hundred years, and begot sons and daughters.નાહોરના જન્મ પછી સરૂગ 200 વરસ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
24 And Nahor lived twenty-nine years, and begot Terah.જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર ‘તેરાહ’નો જન્મ થયો.
25 And Nahor lived after he had begotten Terah a hundred and nineteen years, and begot sons and daughters.તેરાહના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
26 And Terah lived seventy years, and begot Abram, Nahor, and Haran.જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.
27 And these are the generations of Terah: Terah begot Abram, Nahor, and Haran; and Haran begot Lot.આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો.
28 And Haran died before the face of his father Terah in the land of his nativity at Ur of the Chaldeans.હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના ‘ઉર’ નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા ‘તેરાહ’ જીવતો હતો.
29 And Abram and Nahor took wives: the name of Abram's wife was Sarai; and the name of Nahor's wife, Milcah, a daughter of Haran, the father of Milcah and the father of Iscah.ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો.
30 And Sarai was barren: she had no child.સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.
31 And Terah took Abram his son, and Lot the son of Haran his son's son, and Sarai his daughter-in-law, his son Abram's wife; and they went forth together out of Ur of the Chaldeans, to go into the land of Canaan, and came as far as Haran, and dwelt there.તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના ‘ઉર’ નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
32 And the days of Terah were two hundred and five years; and Terah died in Haran.તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.
Gujarati Bible