Ezekiel 7 - WEB (Gujarati)
1 Moreover the word of Yahweh came to me, saying,યહોવાએ મને એક વધુ સંદેશો આપ્યો;
2 You, son of man, thus says the Lord Yahweh to the land of Israel, An end: the end is come on the four corners of the land.“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.
3 Now is the end on you, and I will send my anger on you, and will judge you according to your ways; and I will bring on you all your abominations.આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે. મારો રોષ તારા પર ઊતરનાર છે. હું તારાં દુષ્કમોર્નો હિસાબ માગીશ અને તારાં ધૃણાજનક કમોર્ની ઘટતી સજા કરીશ.
4 My eye shall not spare you, neither will I have pity; but I will bring your ways on you, and your abominations shall be in the midst of you: and you shall know that I am Yahweh.હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ. તારા દુષ્કમોર્ની હું તને સજા કરનાર છું. હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ, જેથી તને ખબર પડે કે હું યહોવા છું.”
5 Thus says the Lord Yahweh: An evil, an only evil; behold, it comes.યહોવા મારા માલિકના આ વચન છે: “એક પછી એક આફત આવી રહી છે.
6 An end is come, the end is come; it awakes against you; behold, it comes.અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે.
7 Your doom is come to you, inhabitant of the land: the time is come, the day is near, [a day of] tumult, and not [of] joyful shouting, on the mountains.ઇસ્રાએલના રહેવાસીઓ માટે ભયસૂચક ધ્વની કરવામાં આવી છે, તમારો સજા માટેનો સમય આવી પહોંચ્યો છે. વિપત્તિનો દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસ આનંદના ઉત્સવોનો નહિ પણ ખેદ કરવાનો દિવસ હશે!
8 Now will I shortly pour out my wrath on you, and accomplish my anger against you, and will judge you according to your ways; and I will bring on you all your abominations.હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કમોર્નો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું.
9 My eye shall not spare, neither will I have pity: I will bring on you according to your ways; and your abominations shall be in the midst of you; and you shall know that I, Yahweh, do strike.હું તમારી દયા રાખનાર નથી કે તમારી કરૂણા કરનાર નથી, હું તમને તમારા દુષ્કૃત્યો માટે સજા કરીશ. તમારા ધૃણાજનક કૃત્યો માટે થઇને હું તમારો ન્યાય કરીશ, જેથી તમને ખબર પડે કે હું યહોવા સજા કરું છું.
10 Behold, the day, behold, it comes: your doom is gone forth; the rod has blossomed, pride has budded.“ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે.
11 Violence is risen up into a rod of wickedness; none of them [shall remain], nor of their multitude, nor of their wealth: neither shall there be eminency among them.હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી.
12 The time is come, the day draws near: don't let the buyer rejoice, nor the seller mourn; for wrath is on all the multitude of it.“સમય આવી રહ્યો છે, દિવસ ઉગવાની તૈયારીમાં છે. ખરીદનારે હરખાઇ જવાનું નથી, કે વેચનારે પસ્તાવાનું નથી, કારણ, મારો રોષ બધા પર એકસરખો ઊતરનાર છે.
13 For the seller shall not return to that which is sold, although they be yet alive: for the vision is touching the whole multitude of it, none shall return; neither shall any strengthen himself in the iniquity of his life.રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી. કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ.
14 They have blown the trumpet, and have made all ready; but none goes to the battle; for my wrath is on all the multitude of it.“ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે.
15 The sword is outside, and the pestilence and the famine within: he who is in the field shall die with the sword: and he who is in the city, famine and pestilence shall devour him.કિલ્લાની બહાર તરવાર છે અને અંદર રોગચાળો અને ભૂખમરો છે. જેઓ લડાઇનાં મેદાનમાં છે તેઓ તરવારનો ભોગ બનશે. અને જેઓ નગરમાં છે તેમને રોગચાળો અને ભૂખમરો ગળી જશે.
16 But those of those who escape shall escape, and shall be on the mountains like doves of the valleys, all of them moaning, every one in his iniquity.“અને જો કે તેમનામાંથી અમૂક લોકો ભાગી જઇને પર્વતો તરફ દોડી જશે, તેઓ ખીણમાંના પારેવાં જેવા હશે જે દરેક પોતાના પાપને કારણે નિસાસો નાખી રહ્યાં છે.
17 All hands shall be feeble, and all knees shall be weak as water.દરેકના હાથ અશકત થઇ જશે અને પગ પાણીની જેમ ઢીંલા થઇ જશે.
18 They shall also gird themselves with sackcloth, and horror shall cover them; and shame shall be on all faces, and baldness on all their heads.તેઓ શોકના વસ્ત્રો ધારણ કરશે અને માથાથી તે પગ સુધી ધ્રૂજ્યા કરશે. બધાના ચહેરા પર શરમ અને માથે મૂંડન હશે.
19 They shall cast their silver in the streets, and their gold shall be as an unclean thing; their silver and their gold shall not be able to deliver them in the day of the wrath of Yahweh: they shall not satisfy their souls, neither fill their bowels; because it has been the stumbling block of their iniquity.તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ.
20 As for the beauty of his ornament, he set it in majesty; but they made the images of their abominations [and] their detestable things therein: therefore have I made it to them as an unclean thing.“અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.
21 I will give it into the hands of the strangers for a prey, and to the wicked of the earth for a spoil; and they shall profane it.હું એ પરદેશી લૂંટારાના હાથમાં દુનિયાના ઉતાર જેવા માણસોના હાથમાં લૂંટ તરીકે સોંપી દેવા ઇચ્છું છું. તેઓ એને ષ્ટ કરશે.
22 My face will I turn also from them, and they shall profane my secret [place]; and robbers shall enter into it, and profane it.તેઓ મારા મંદિરને ષ્ટ કરશે ત્યારે હું તે તરફથી મારું મુખ અવળું ફેરવી લઇશ અને તેઓને અટકાવીશ નહિ, લૂંટારુઓ એમાં પ્રવેશ કરશે અને તેને ષ્ટ કરશે.
23 Make the chain; for the land is full of bloody crimes, and the city is full of violence.“મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે.
24 Therefore I will bring the worst of the nations, and they shall possess their houses: I will also make the pride of the strong to cease; and their holy places shall be profaned.હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.
25 Destruction comes; and they shall seek peace, and there shall be none.“જ્યારે ભયનો સમય નજીક આવે ત્યારે, તેઓ નિરાશ થઇ જશે અને લોકો શાંતિ ઝંખશે પણ કદી શાંતિ પામશે નહિ.
26 Mischief shall come on mischief, and rumor shall be on rumor; and they shall seek a vision of the prophet; but the law shall perish from the priest, and counsel from the elders.આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે.
27 The king shall mourn, and the prince shall be clothed with desolation, and the hands of the people of the land shall be troubled: I will do to them after their way, and according to their deserts will I judge them; and they shall know that I am Yahweh.રાજાઓ શોક કરશે, અમલદારો પાયમાલીથી ઘેરાઇ જશે, ને લોકો ભયથી કાંપી ઊઠશે. તમારા આચરણ પ્રમાણે હું તમને સજા કરીશ; તથા તેઓના કાર્યો મુજબ હું તેમને ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
Gujarati Bible