Bible

Exodus 35 - BBE (Gujarati)

1 And Moses sent for all the children of Israel to come together, and said to them, This is what the Lord has said and these are his orders.મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:

2 Six days let work be done, but the seventh day is to be a holy day to you, a Sabbath of rest to the Lord; whoever does any work on that day is to be put to death.“માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી.

3 No fire is to be lighted in any of your houses on the Sabbath day.સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”

4 And Moses said to all the meeting of the children of Israel, This is the order which the Lord has given:પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને કહ્યું, “યહોવાએ આ આજ્ઞા આપી છે:

5 Take from among you an offering to the Lord; everyone who has the impulse in his heart, let him give his offering to the Lord; gold and silver and brass;દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા.

6 And blue and purple and red and the best linen and goats' hair,ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ,

7 And sheepskins coloured red, and leather, and hard wood,ઘેટાનું પકવેલું ચામડું, કુમાંશદાર ચામડાં, બાવળનાં લાકડાં,

8 And oil for the lights, and spices for the holy oil and for the sweet perfumes for burning.દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો,

9 And beryls and jewels to be cut for the ephod and for the priest's bag.યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો.

10 And let every wise-hearted man among you come and make whatever has been ordered by the Lord;“તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે:

11 The House and its tent and its cover, its hooks and its boards, its rods and its pillars and its bases;પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ:

12 The ark with its cover and its rods and the veil hanging before it;પવિત્રકોશ અને તેની દાંડાઓ, ઢાંકણ અને દયાસન, પવિત્રસ્થાનને બંધ કરવાનો પડદો;

13 The table and its rods and all its vessels, and the holy bread;બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી.

14 And the support for the lights, with its vessels and its lights and the oil for the light;દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ.

15 And the altar for burning spices, with its rods, and the holy oil and the sweet perfume, and the curtain for the door, at the door of the House;“ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, અને મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માંટેનો પડદો.

16 The altar of burned offerings, with its network of brass, its rods, and all its vessels, the washing-vessel and its base;આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી;

17 The hangings for the open space, its pillars and their bases, and the curtain for the doorway;આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ;

18 The nails for the House, and the nails for the open space and their cords;મુલાકાતમંડપના અને તેના આંગણાં માંટેના સ્તંભો, આંગણાની ખૂટીઓ અને તેની દોરીઓ,

19 The robes of needlework for the work of the holy place, the holy robes for Aaron the priest, and the robes for his sons when acting as priests.પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.”

20 And all the children of Israel went away from Moses.પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા.

21 And everyone whose heart was moved, everyone who was guided by the impulse of his spirit, came with his offering for the Lord, for whatever was needed for the Tent of meeting and its work and for the holy robes.પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા.

22 They came, men and women, all who were ready to give, and gave pins and nose-rings and finger-rings and neck-ornaments, all of gold; everyone gave an offering of gold to the Lord.સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા.

23 And everyone who had blue and purple and red and the best linen and goats' hair and sheepskins coloured red and leather, gave them.બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં.

24 Everyone who had silver and brass gave an offering of them to the Lord; and everyone who had hard wood, such as was needed for the work, gave it.જે કોઈ યહોવાને ચાંદી કે કાંસાની ભેટ ધરાવી શકે તેમ હતા તે સૌ તે લાવ્યા, તો કેટલાક બાંધકામ માંટે જરૂરી બાવળનું લાકડું લાવ્યા.

25 And all the women who were expert with their hands, made cloth, and gave the work of their hands, blue and purple and red and the best linen.જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું.

26 And those women who had the knowledge, made the goats' hair into cloth.બીજી કેટલીક કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંતીને કાપડ તૈયાર કરી આપ્યું.

27 And the rulers gave the beryls and the cut jewels for the ephod and the priest's bag;યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં.

28 And the spice and the oil for the light, and the holy oil and the sweet perfumes.તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

29 The children of Israel, every man and woman, from the impulse of their hearts, gave their offerings freely to the Lord for the work which the Lord had given Moses orders to have done.આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.

30 And Moses said to the children of Israel, See, the Lord has made selection of Bezalel, the son of Uri, the son of Hur, of the tribe of Judah;પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે.

31 And he has made him full of the spirit of God, in all wisdom and knowledge and art of every sort;અને તેનામાં દેવના આત્માંનો સંચાર કરીને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી તથા હોંશિયારી ભરપૂર આપ્યા છે.

32 As an expert designer of beautiful things, working in gold and silver and brass;સોનાચાંદી અને કાંસાના સાધનો બનાવવામાં, નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં,

33 Trained in the cutting of stones and the ornamenting of wood and in every sort of handwork.રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે.

34 And he has given to him, and to Oholiab, the son of Ahisamach, of the tribe of Dan, the power of training others.યહોવાએ તેને અને દાનકુળના અહીસામાંખના પુત્ર આહોલીઆવને બીજાને શીખવવાની શક્તિ આપી છે.

35 To them he has given knowledge of all the arts of the handworker, of the designer, and the expert workman; of the maker of needlework in blue and purple and red and the best linen, and of the maker of cloth; in all the arts of the designer and the trained workman they are expert.તેણે તેમને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે; કોતરણીનું, સિલાઈનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓની ભાત તૈયાર કરવાનું, ભૂરાં, જાંબુડિયા અને કિરમજી ઊનના અને બારીક શણના ભરતગૂંથણનું અને વણાંટનું, તેઓ સર્વ પ્રકારનું કામ કરી શકે છે અને ભાત રચી શકે છે, સર્વમાં તેઓ શ્રેષ્ઠ પુરવાર થશે.

Gujarati Bible