Bible

Exodus 2 - BBE (Gujarati)

1 Now a man of the house of Levi took as his wife a daughter of Levi.લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો.

2 And she became with child and gave birth to a Son; and when she saw that he was a beautiful child, she kept him secretly for three months.તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો.

3 And when she was no longer able to keep him secret, she made him a basket out of the stems of water-plants, pasting sticky earth over it to keep the water out; and placing the baby in it she put it among the plants by the edge of the Nile.પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી.

4 And his sister took her place at a distance to see what would become of him.પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી.

5 Now Pharaoh's daughter came down to the Nile to take a bath, while her women were walking by the riverside; and she saw the basket among the river-plants, and sent her servant-girl to get it.હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો.

6 And opening it, she saw the child, and he was crying. And she had pity on him, and said, This is one of the Hebrews' children.પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.

7 Then his sister said to Pharaoh's daughter, May I go and get you one of the Hebrew women to give him the breast?અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”

8 And Pharaoh's daughter said to her, Go. And the girl went and got the child's mother.ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.

9 And Pharaoh's daughter said to her, Take the child away and give it milk for me, and I will give you payment. And the woman took the child and gave it milk at her breast.કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.”તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી.

10 And when the child was older, she took him to Pharaoh's daughter and he became her son, and she gave him the name Moses, Because, she said, I took him out of the water.પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, “એમ કહીને કુવરીએ પુત્રનું નામ ‘મૂસા’ રાખ્યું.”

11 Now when Moses had become a man, one day he went out to his people and saw how hard their work was; and he saw an Egyptian giving blows to a Hebrew, one of his people.મૂસા મોટો થયો. અને એક દિવસ પોતાના લોકો પાસે ગયો. તેણે પોતાના માંણસો પર સખ્ત કામ કરવા માંટે બળજબરી થતા જોઈ. અને તેણે એક મિસરીને એક હિબ્રૂને માંરતા જોયો.

12 And turning this way and that, and seeing no one, he put the Egyptian to death, covering his body with sand.તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો.

13 And he went out the day after and saw two of the Hebrews fighting: and he said to him who was in the wrong, Why are you fighting your brother?અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?”

14 And he said, Who made you a ruler and a judge over us? are you going to put me to death as you did the Egyptian? And Moses was in fear, and said, It is clear that the thing has come to light.એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?”તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.”

15 Now when Pharaoh had news of this, he would have put Moses to death. But Moses went in flight from Pharaoh into the land of Midian: and he took his seat by a water-spring.આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો.એક વખત તે કૂવા પાસે બેઠો હતો

16 Now the priest of Midian had seven daughters: and they came to get water for their father's flock.ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી.

17 And the keepers of the sheep came up and were driving them away; but Moses got up and came to their help, watering their flock for them.ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું.

18 And when they came to Reuel their father, he said, How is it that you have come back so quickly today?જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?”

19 And they said, An Egyptian came to our help against the keepers of sheep and got water for us and gave it to the flock.એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.”

20 And he said to his daughters, Where is he? why have you let the man go? make him come in and give him a meal.એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”

21 And Moses was happy to go on living with the man; and he gave his daughter Zipporah to Moses.મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા.

22 And she gave birth to a son, to whom he gave the name Gershom: for he said, I have been living in a strange land.પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.

23 Now after a long time the king of Egypt came to his end: and the children of Israel were crying in their grief under the weight of their work, and their cry for help came to the ears of God.હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો.

24 And at the sound of their weeping the agreement which God had made with Abraham and Isaac and Jacob came to his mind.દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું.

25 And God's eyes were turned to the children of Israel and he gave them the knowledge of himself.અને દેવે ઇસ્રાએલીઓની સ્થિતી જોઈ અને તેમને ખબર હતી કે તે વહેલા તેઓની મદદ કરવાના છે.

Gujarati Bible