Deuteronomy 13 - WBT (Gujarati)
1 If there shall arise among you a prophet, or a dreamer of dreams, and give thee a sign or a wonder.“તમાંરા કોઈ પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટા તમાંરી પાસે આવશે અને કોઈ અદૃભુત ઘટના કે ચમત્કારની આગાહી કરીને તમે કદીયે પૂજયા ના હોય એવા પારકા દેવોની પૂજા કરવાનું કહેવાનો દાવો કરનાર છે.
2 And the sign or the wonder shall come to pass, of which he spoke to thee, saying, Let us go after other gods, which thou hast not known, and let us serve them;કદાચ તેણે કરેલી આગાહી સાચી પણ પડે, અને જો તમને તે કહે ‘આવો, આપણે અન્ય પ્રજાના દેવોનું પૂજન કરીએ.’
3 Thou shalt not hearken to the words of that prophet, or that dreamer of dreams: for the LORD your God proveth you, to know whether ye love the LORD your God with all your heart and with all your soul.તો પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટાનું સાંભળશો નહિ, તમાંરા દેવ યહોવા તમાંરી કસોટી કરીને એ જાણવા ઈચ્છે છે કે, તમે તેમના પર મન અને શ્રદ્ધાથી પ્રેમભાવ રાખો છો કે કેમ,
4 Ye shall walk after the LORD your God, and fear him, and keep his commandments, and obey his voice, and ye shall serve him, and cleave to him.તમાંરે તમાંરા દેવ યહોવા સિવાય અન્ય કોઈ દેવનું પૂજન કદી કરવું નહિ. તેનાથી ડરવું, ફકત તેમની જ આજ્ઞાઓને અનુસરવું, અને તેમને જ વળગી રહેવું અને તેમની જ ઉપાસના કરવી.
5 And that prophet, or that dreamer of dreams, shall be put to death; because he hath spoken to turn you away from the LORD your God, who brought you out of the land of Egypt, and redeemed you from the house of bondage, to thrust thee out of the way which the LORD thy God commanded thee to walk in. So shalt thou remove the evil from the midst of thee.જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.
6 If thy brother, the son of thy mother, or thy son, or thy daughter, or the wife of thy bosom, or thy friend, who is as thy own soul, shall entice thee secretly, saying, Let us go and serve other gods, which thou hast not known, thou, nor thy fathers;“જો તમાંરા ખૂબ જ નજીકના સગામાંનું કોઇ, અથવા તમાંરા ખાસ મિત્રોમાંનું કોઇ, તમાંરો પુત્ર અથવા પુત્રી અથવા તમાંરી પ્રિય પત્ની તમને ખાનગીમાં ઉશ્કેરે અને અન્ય દેવો કે જેઓને તમે કે તમાંરા પિતૃઓએ કદી પૂજ્યા નથી, તેઓનું પૂજન કરવા લલચાવે.
7 Namely, of the gods of the people who are around you, nigh to thee, or far off from thee, from one end of the earth even to the other end of the earth;તથા જે પ્રજા તમાંરી નજદીક આસપાસમાં કે દુનિયાનાં કોઇ પણ છેડે વસે છે તેના દેવોનું અથવા જે પ્રજા તમાંરાથી દૂર રહે છે તેના દેવોનું ભજન કરવા તેઓમાંથી કોઈ કહે,
8 Thou shalt not consent to him, nor hearken to him; neither shall thy eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him:તો તમાંરે તેની વાત સાંભળવી કે માંનવી નહિ, તેનું ઉપરાણું લેવું નહિ ને તેની દયા પણ ખાવી નહિ.
9 But thou shalt surely kill him; thy hand shall be first upon him to put him to death, and afterwards the hand of all the people.પરંતુ તેને માંરી નાખવો, તેની હત્યા કરવા માંટે તમાંરે પોતાનો હાથ સૌથી પહેલો ઉગામવો જોઈએ અને ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરશે.
10 And thou shalt stone him with stones that he shall die; because he hath sought to thrust thee away from the LORD thy God, who brought thee out of the land of Egypt from the house of bondage.તમે સૌ તેને પથ્થર વડે માંરી નાખો, કારણ કે, તમને મિસર દેશમાંથી ગુલામીમાંથી મુકિત અપાવીને બહાર લઈ આવનાર તમાંરા યહોવા દેવથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
11 And all Israel shall hear, and fear, and shall do no more any such wickedness as this is, among you.સમગ્ર ઇસ્રાએલને એની જાણ થશે અને બધા ગભરાઇ જશે પછી તમાંરામાંથી કોઈ એવું દુષ્કૃત્ય નહિ કરે.
12 If thou shalt hear, in one of thy cities, which the LORD thy God hath given thee to dwell there, saying,“જ્યારે તમે તમાંરા યહોવા દેવે તમને આપેલાં નગરોમાં રહો. અને એક અહેવાલ સાંભળો,
13 Certain men, the children of Belial, have gone out from among you, and have withdrawn the inhabitants of their city, saying, Let us go and serve other gods, which ye have not known;કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,
14 Then shalt thou inquire, and make search, and ask diligently; and behold, if it is truth, and the thing certain, that such abomination is wrought among you;તેથી તમાંરે તેની પૂરેપૂરી તપાસ કરવી, જો તમને લાગે કે તે સાચું છે અને આવી ભયંકર બાબત દેવે તમને જે નગરો આપ્યાં છે તેમાંના એક નગરમાં બની રહી છે,
15 Thou shalt surely smite the inhabitants of that city with the edge of the sword, destroying it utterly, and all that is in it, and its cattle, with the edge of the sword.તો તમાંરે નગરના બધા રહેવાસીઓ તથા નગરનો અને તેમાં રહેતાં સૌ ઢોરઢાંખરની હત્યા કરવી; ને તે માંટે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના નગર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું.
16 And thou shalt gather all the spoil of it into the midst of its street, and shalt burn with fire the city, and all the spoil of it every whit, for the LORD thy God: and it shall be a heap forever; it shalt not be built again.પછી તમાંરે તે નગરમાંથી પ્રાપ્ત થયેલી બધી વસ્તુઓને રસ્તા વચ્ચે ઢગલો કરીને બાળી નાખવી. પછી સમગ્ર નગરને બાળી નાખવું. શહેર અને તેની લૂંટને યહોવા તમાંરા દેવને દહનાર્પણ તરીકે હોમી દેવું તે નગર સદાને માંટે ખંડેર નિર્જન ટેકરી જેવું જ રહે અને તેને ફરીથી કદી બાંધવામાં આવે નહિ.
17 And there shall cleave naught of the cursed thing to thy hand: that the LORD may turn from the fierceness of his anger, and show thee mercy, and have compassion upon thee, and multiply thee, as he hath sworn to thy fathers;લૂંટમાંથી કશું જ તમાંરા માંટે રાખશો નહિ, જેનો વિનાશ કરવાનો છે જેથી દેવ તમાંરા પર ગુસ્સે થતા બંધ થાય અને બદલામાં તેઓ તમાંરા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમાંરી પર કરુણા દર્શાવશે અને જેમ તમાંરા પિતૃઓને વચન આપેલું તે પ્રમાંણે તમને એક મહાન પ્રજા બનાવશે.
18 When thou shalt hearken to the voice of the LORD thy God, to keep all his commandments which I command thee this day, to do that which is right in the eyes of the LORD thy God.આવું બનશે જો તમે દેવની આજ્ઞાઓને અનુસરશો અને આજે હું જે નિયમો તમને આપું છું તેનું પાલન કરશો, તથા તમાંરા દેવ યહોવાની દૃષ્ટિમાં જે યોગ્ય છે તે જ કરશો
Gujarati Bible