Amos 3 - ASV (Gujarati)
1 Hear this word that Jehovah hath spoken against you, O children of Israel, against the whole family which I brought up out of the land of Egypt, saying,હે ઇસ્રાએલના લોકો, તમને આખી પ્રજાને યહોવા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતા. હવે તમારી વિરૂદ્ધ યહોવાએ જે વચનો કહ્યાં છે તે સાંભળો:
2 You only have I known of all the families of the earth: therefore I will visit upon you all your iniquities.“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”
3 Shall two walk together, except they have agreed?શું બે જણા મળવાને સંમત થયા વગર સાથે જઇ શકે?
4 Will a lion roar in the forest, when he hath no prey? will a young lion cry out of his den, if he have taken nothing?શું શિકાર હાથમાં આવ્યા વગર સિંહ જંગલમાં ગર્જના કરશે? જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય તો પોતાના બિલમાંથી રાડો પાડેે?
5 Can a bird fall in a snare upon the earth, where no gin is `set' for him? shall a snare spring up from the ground, and have taken nothing at all?જાળનો ઊપયોગ કર્યા વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે? સિવાય કે કોઇ પકડાય ફાંસલાની કમાન બંધ થાય?
6 Shall the trumpet be blown in a city, and the people not be afraid? shall evil befall a city, and Jehovah hath not done it?રણશિંગડું નગરમાં વગાડવામાં આવે તો લોકો ડર્યા વિના રહે? શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના નગર પર આફત આવે ખરી?
7 Surely the Lord Jehovah will do nothing, except he reveal his secret unto his servants the prophets.પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.
8 The lion hath roared; who will not fear? The Lord Jehovah hath spoken; who can but prophesy?સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?
9 Publish ye in the palaces at Ashdod, and in the palaces in the land of Egypt, and say, Assemble yourselves upon the mountains of Samaria, and behold what great tumults are therein, and what oppressions in the midst thereof.આશ્દોદની અને મિસરના મહેલોમાં રહેતાં લોકોને જાહેર કરી જણાવો કે, “સમરૂનની આસપાસના પર્વત ઉપર તમે ભેગા થાઓ. ત્યાં મચેલી અંધાધૂંધી અને ઇસ્રાએલના સર્વ ગુનાઓનો શરમજનક તમાશો નિહાળો.”
10 For they know not to do right, saith Jehovah, who store up violence and robbery in their palaces.યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”
11 Therefore thus saith the Lord Jehovah: An adversary `there shall be', even round about the land; and he shall bring down thy strength from thee, and thy palaces shall be plundered.તેથી પ્રભુ યહોવા કહે છે, “દુશ્મન આવે છે, તે દેશ પર આક્રમણ કરશે અને તમારા કિલ્લાઓ તોડી પાડશે અને તમારા મહેલોને લૂંટી લેશે.”
12 Thus saith Jehovah: As the shepherd rescueth out of the mouth of the lion two legs, or a piece of an ear, so shall the children of Israel be rescued that sit in Samaria in the corner of a couch, and on the silken cushions of a bed.યહોવા કહે છે કે, “જેમ કોઇ ભરવાડ સિંહના મોમાંથી માત્ર બે પગ કે કાનનો એકાદ ટુકડો બચાવી લે છે, તેમ સમરૂનના પલંગોમાં તથા રેશમી ગદેલાના બિછાના પર બેસનાર ઇસ્રાએલીઓમાંથી બહુજ થોડા બચવા પામશે.”
13 Hear ye, and testify against the house of Jacob, saith the Lord Jehovah, the God of hosts.આ વચનો સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી રાખો. સૈન્યોનો દેવ મારા યહોવા દેવ આમ કહે છે, “યાકૂબના વંશની વિરૂદ્ધ સાક્ષી પૂરો.
14 For in the day that I shall visit the transgressions of Israel upon him, I will also visit the altars of Beth-el; and the horns of the altar shall be cut off, and fall to the ground.હું ઇસ્રાએલને તેના પાપો માટે શિક્ષા કરીશ તે દિવસે હું બેથેલની વેદીઓને ધિક્કારીશ, વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે.
15 And I will smite the winter-house with the summer-house; and the houses of ivory shall perish, and the great houses shall have an end, saith Jehovah.હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ; અને હાથીદાંતના મહેલો નાશ પામશે ને ઘણા નિવાસસ્થાનોનો નાશ કરીશ.” એમ યહોવા કહે છે.
Gujarati Bible