2 Chronicles 3 - DBY (Gujarati)
1 And Solomon began to build the house of Jehovah at Jerusalem on mount Moriah, where he appeared to David his father, in the place that David had prepared in the threshing-floor of Ornan the Jebusite.સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી.
2 And he began to build on the second of the second month, in the fourth year of his reign.સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.
3 And this was Solomon's foundation for the construction of the house of God. The length by cubits after the first measure was sixty cubits, and the breadth twenty cubits.હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો.
4 And the porch which was in front was twenty cubits in length, in front of the house broadways, and the height was a hundred and twenty; and he overlaid it within with pure gold.મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
5 And the greater house he boarded with cypress-wood, which he overlaid with fine gold, and set on it palm-trees and chains.મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી.
6 And he overlaid the house with precious stones for beauty; and the gold was gold of Parvaim.તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું.
7 And he covered the house, the beams, the threshold, and its walls, and its doors with gold, and engraved cherubim on the walls.તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.
8 And he made the house of the most holy place, the length of which was according to the breadth of the house, twenty cubits, and its breadth twenty cubits; and he covered it with fine gold, amounting to six hundred talents.મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું.
9 And the weight of the nails was fifty shekels of gold. And he covered the upper chambers with gold.સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.
10 And in the house of the most holy place he made two cherubim of image work, and they overlaid them with gold.તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા.
11 And the wings of the cherubim were twenty cubits long: one wing of five cubits touched the wall of the house; and the other wing of five cubits touched the wing of the other cherub.એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ,5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી.
12 And the wing of the other cherub of five cubits touched the wall of the house; and the other wing was five cubits joining the wing of the other cherub.એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી
13 The wings of these cherubim spread forth were twenty cubits; and they stood on their feet, and their faces were toward the house.આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.
14 And he made the veil of blue, and purple, and crimson, and byssus, and made cherubim upon it.તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.
15 And before the house he made two pillars thirty-five cubits long; and the capital that was on the top of each of them was five cubits.મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા,
16 And he made chains [as] in the oracle, and he put them on the top of the pillars; and he made a hundred pomegranates, and put them on the chains.તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં.
17 And he set up the pillars in front of the temple, one on the right hand and the other on the left; and he called the name of that on the right Jachin, and the name of that on the left Boaz.એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.
Gujarati Bible