1 Peter 2 - NEPALI (Gujarati)
1 यसर्थ, अरुलाई चोट पुर्याउने केही कुरा पनि नगर, झूटो नबोल, कपटी नबन, इर्ष्या नगर, अर्काको निन्दा नगर. यी सब कुराहरु तिमीहरुको जीवनबाट हटाऊ।તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો.
2 भर्खर जन्मेका बालकहरु जस्तो होऊ। शुद्ध आत्मिक दूधको निम्ति भोकाऊ जसले तिमीहरुलाई बढन र मुक्ति हासिल गर्न सहायता गर्छ।નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.
3 अहिले तिमीहरुले परमप्रभुको दयाको स्वाद पाएकाछौ।પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
4 प्रभु येशू सजीव “पत्थर”हुनुहुन्छ। संसारका मानिसहरुले निश्चय गरे कि तिनीहरु त्यो पत्थर चाहँदैनन्। तर उहाँ परमेश्वरले चुन्नुभएको पत्थर हुनुहुन्छ। परमेश्वरका निम्ति उहाँ धेरै मूल्यवान हुनुहुन्छ। यसर्थ उहाँकहाँ आऊ।પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો.
5 तिमीहरु पनि सजीव पत्थरहरु जस्तै छौ। परमेश्वरले एक आध्यात्मिक मन्दिर निर्माण गर्नलाई तिमीहरुलाई उपयोग गर्दै हुनुहुन्छ। तिमीहरुले त्यस मन्दिरमा पवित्र पूजाहारीहरुको रुपमा आत्मिक बलि चढाऊ जुन येशू ख्रीष्टबाट परमेश्वरलाई स्वीकार्य हुनेछ।તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.
6 धर्मशास्त्रले भन्छ“मैले एक बहुमूल्य कुनाको ढुङ्गा छानेको छु, अनि म त्यो ढुङ्गा सियोनमा राख्छु, जो मानिस उनलाई विश्वास गर्छ, कहिले पनि लज्जित हुनपर्दैन।”પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16
7 त्यो पत्थर तिमीहरुको निम्ति, जसले विश्वास गर्छन्, अति मूल्यवान छ। तर विश्वास नगर्ने मानिसहरुको निम्ति उहाँ हुनुहुन्छ“निर्माण कर्त्ताहरुले अस्वीकार गरेको ढुङ्गा, तिनीहरुलाई आवश्यक छैन. त्यो पत्थर आधारशीला भयो।”તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર- તે એક એવો પથ્થર છે: “જેને સ્થપતિઓએ અવગણ્યો છે. તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” ગીતશાસ્ત્ર 118:22
8 जसले विश्वास गर्दैनन् तिनीहरुको निम्ति उहाँ हुनुहुन्छ् “एक ढुङ्गा जसले मानिसहरुलाई ठेस लगाउँछ, एक ढुङ्गा जसले मानिसहरुलाई लडाउँछ।”અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 तर तिमीहरु चुनिएका मानिसहरु हौ। तिमीहरु राजाका पूजाहारीहरु हौ। तिमीहरु मानिसहरुका पवित्र जाति हौ। तिमीहरु ती मानिसहरु हौ जो परमेश्वरका हुन्। परमेश्वरले गरेका आश्चर्यजनक कुराहरुको विषयमा भन्न तिमीहरु चुनिएका हौ। उहाँले तिमीहरुलाई अन्धकारेखि बाहिर उहाँको आश्चर्यमय प्रकाशमा बोलाउनु भयो।પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 एक समयमा तिमीहरु परमेश्वरको मानिस थिएनौ। तर अब तिमीहरु परमेश्वरका मानिस हौ। विगत समयमा तिमीहरुले कहिल्यै पनि कृपा पाएका थिएनौ तर अहिले तिमीहरुले परमेश्वरबाट कृपा पाएकाछौ।કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા. પરંતુ હવે તમે દેવની પ્રજા છો. ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી. પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.41
11 प्रिय मित्रहरु, तिमीहरु यो संसारमा प्रवासी अनि परदेशीहरु हौ। यसर्थ तिमीहरुलाई तिम्रा शरीरले चाहेको नराम्रा कर्महरुदेखि टाढा रहुन् भनी म निवेदन गर्छु। यी कुराहरु तिमीहरुका आत्माको विरुद्ध जुझ्छन्।પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે.
12 मानिसहरु जसले विश्वास गर्दैनन् तिनीहरु तिमीहरुका वरिपरि छन्। ती मानिसहरुले तिमीहरुले भूल गरी रहेकाछौ भनी निन्दा गर्छन्। यसर्थ असल जीवन बिताऊ। तब तिमीहरुले गरेका असल कुराहरु तिनीहरुले देख्नेछन् अनि तिमीहरुले परमेश्वरलाई महिमा प्रदान गर्नेछौ। जब उहाँ आउनु हुन्छ।તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
13 प्रभुको निम्ति प्रत्येक मानब अधिकारको आज्ञा पालन गर। राजाको आज्ञा पालन गर जो सर्वोच्च अधिकारी हुन्।આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો.
14 अनि राज्यपालहरुको आज्ञा पालन गर जो राजाद्वारा पठाइएका हुन्। जसले नराम्रो गर्छ त्यसलाई सजाय दिनु र जसले राम्रो काम गर्छ प्रशंसा गर्न तिनीहरु पठाइएका हुन्।રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે.
15 यसर्थ जब तिमीहरु असल कर्म गर्छौ, जसले तिमीहरुको विषयमा मूर्खतापूर्वक कुरा गर्छ उसको मुख थुन। परमेश्वरले चाहनु भएको कुरा यही हो।તેથી જ્યારે તમે સારું કરો ત્યારે તમારા વિષે મૂર્ખાઇ ભરેલી વાતો કરતા મૂર્ખ લોકોના મુખ તમે બંધ કરી દો. દેવ જે ઈચ્છે તે આ છે.
16 मुक्त मानिसहरु जस्तै होऊ। तर तिमीहरुको स्वतन्त्रता कुकर्मकोलागि उपयोग नगर। परमेश्वरको सेवा गर्दै गरे झैं बाँच।સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો.
17 सबै मानिसहरु प्रति सम्मान दर्शाऊ। परमेश्वरका परिवारका सबै भाइ-बहिनीहरुलाई प्रेम गर। परमेश्वरमाथि डर राख अनि राजा प्रति आदर जनाऊ।દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.
18 दासहरु हो! तिमीहरुको मालिकको अधीन स्वीकार गर। पूर्ण सम्मान साथ यसो गर। तिमीहरुले मालिकहरुको आज्ञा पालन गर्नुपर्छ जो असल अनि दयालु छन्। अनि मालिक नराम्रो भए पनि उसको आज्ञा पालन गर्नु पर्छ।ચાકરો, તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો. અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો. તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ.
19 एक व्यक्तिले कुनै नराम्रो काम नगरेको भए तापनि यातना भोग्नु पर्छ, तर यदि त्यस व्यक्तिले परमेश्वरलाई सम्झन्छ अनि पीडा सहन्छ भने त्यसले परमेश्वरलाई खुशी तुल्याउँछ।પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે.
20 तर तिम्रो कुकर्ममा यदि तिमी सजाय पाउँछौ अनि त्यो तिमी सहन्छौ त्यसमा तिम्रो प्रशंसा गर्ने कुनै कारण हुँदैन। तर तिमीले सुकर्म गरेकोमा पनि यदि तिमीलाई सजाय दिइयो अनि तिमीले धैर्य धारण गर्यौ भने, तब त्यसले परमेश्वरलाई खुशी तुल्याउनेछ।પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે.
21 तिमीहरुलाई त्यसैको निम्ति बोलाइएको हौ। ख्रीष्टले अनुसरण गर्न भनी उदाहरण दिनु भएकोछ। तिमीहरुले उहाँको ठीक अनुसरण गर्नुपर्छ कारण तिमीहरुको निम्ति ख्रीष्टले कष्ट भोग्नु भयो।પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
22 “उनले पाप गरेनन्, अनि उनको मुखमा कुनै छलको कुरो पाइएन।”“તેણે કોઈ પાપ નહોતું કર્યુ, અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” યશાયા 53:9
23 मानिसहरुले ख्रीष्ट प्रति नराम्रा कुराहरु भने, तर उहाँले तिनीहरुलाई नराम्रो भन्नु भएन। ख्रीष्टले यातना भोग्नु भयो तर उहाँले मानिसहरुलाई भय देखाउनु भएन। अहँ! ख्रीष्टले आफूलाई परमेश्वरमा सुम्पनु भयो जसले सही न्याय गर्नुहुन्छ।ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે.
24 ख्रीष्टले हाम्रा पापहरु आफ्नो शरीरमा क्रूसमा बोक्नु भयो। उहाँले यसो गर्नुभयो ताकि हामी पापको निम्ति मरे र र्धमिकताको कककनिम्ति अनि जे उचित छ त्यसका निम्ति बाँच्ने गरौं। उहाँको चोटहरुले तिमीहरु निको पारियौ।વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.
25 तिमीहरु भेंडा जस्तै छौ जो भूल मार्गतिर लागेका छन्। तर अहिले तिमीहरु गोठाला अनि तिमीहरुका प्राणको रक्षक तर्फ र्फकि आएकाछौ।તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
Gujarati Bible