1 Chronicles 26 - WEB (Gujarati)
1 For the divisions of the doorkeepers: of the Korahites, Meshelemiah the son of Kore, of the sons of Asaph.કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા: આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા.
2 Meshelemiah had sons: Zechariah the firstborn, Jediael the second, Zebadiah the third, Jathniel the fourth,મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,
3 Elam the fifth, Jehohanan the sixth, Eliehoenai the seventh.પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
4 Obed-edom had sons: Shemaiah the firstborn, Jehozabad the second, Joah the third, and Sacar the fourth, and Nethanel the fifth,આ બધાં ઓબેદ-અદોમના પુત્રો હતા: સૌથી મોટો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો પુત્ર યોઆહ, ચોથો પુત્ર શાખાર હતો, નથાનએલ પાંચમો પુત્ર હતો,
5 Ammiel the sixth, Issachar the seventh, Peullethai the eighth; for God blessed him.છઠ્ઠો આમ્મીએલ, સાતમો યિસ્સાખાર, અને આઠમો પેઉલથ્થાઇ. આ પુત્રો આપીને દેવે તેને આશીર્વાદ આપ્યા હતા.
6 Also to Shemaiah his son were sons born, who ruled over the house of their father; for they were mighty men of valor.શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા.
7 The sons of Shemaiah: Othni, and Rephael, and Obed, Elzabad, whose brothers were valiant men, Elihu, and Semachiah.તેઓનાં નામ: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઇઓ અલીહૂ અને સમાખ્યા બહાદૂર પુરુષો હતા.
8 All these were of the sons of Obed-edom: they and their sons and their brothers, able men in strength for the service; sixty-two of Obed-edom.આ બધા ઓબેદ-અદોમના વંશજો હતા. તેઓ, એમના પુત્રો અને ભાઇઓ મળીને કુલ 62 હતા. અને તે બધા શકિતશાળી પુરુષો હતા. અને મંદિરમાં સેવા કરવાને લાયક હતા.
9 Meshelemiah had sons and brothers, valiant men, eighteen.મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.
10 Also Hosah, of the children of Merari, had sons: Shimri the chief, (for though he was not the firstborn, yet his father made him chief),મરારીની વંશજોના હોસાહએ તેના પુત્રોમાંથી એક શિમ્રીને સમૂહના નેતા તરીકે પસંદ કયો. જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો.
11 Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brothers of Hosah were thirteen.હિલ્કિયા બીજો હતો, ત્રીજા નંબરે ટબાલ્યા. ચોથા નંબરે ઝખાર્યા હતા, હોસાહના પુત્રો અને ભાઇઓની કુલ સંખ્યા તેર હતી.
12 Of these were the divisions of the doorkeepers, even of the chief men, having offices like their brothers, to minister in the house of Yahweh.આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા.
13 They cast lots, the small as well as the great, according to their fathers' houses, for every gate.નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.
14 The lot eastward fell to Shelemiah. Then for Zechariah his son, a wise counselor, they cast lots; and his lot came out northward.પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટેે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો.
15 To Obed-edom southward; and to his sons the store-house.ઓબેદ-અદોમને ભાગે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભાગે કોઠાર આવ્યો.
16 To Shuppim and Hosah westward, by the gate of Shallecheth, at the causeway that goes up, watch against watch.પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી.પહેરા વારાફરતી બદલતા રહેતા હતા;
17 Eastward were six Levites, northward four a day, southward four a day, and for the store-house two and two.‘પૂર્વને દરવાજે દરરોજ છ લેવી રહેતા તથા ઉત્તરને દરવાજે ચાર, ‘દક્ષિણને દરવાજે’ ચાર, અને દરેક કોઠાર પર બબ્બે.
18 For Parbar westward, four at the causeway, and two at Parbar.પશ્ચિમના દરવાજાની ઓશરી તરફના રસ્તાનું રક્ષણ કરવા ચાર રક્ષકો અને ખુદ ઓશરીનું રક્ષણ કરવા બે રક્ષકો હતા.
19 These were the divisions of the doorkeepers; of the sons of the Korahites, and of the sons of Merari.એમ કોરાહના અને મરારીના વંશજોને દ્વારપાળોનું કામ વહેંચી આપવામાં આવ્યું હતુ.
20 Of the Levites, Ahijah was over the treasures of the house of God, and over the treasures of the dedicated things.અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.
21 The sons of Ladan, the sons of the Gershonites belonging to Ladan, the heads of the fathers' [houses] belonging to Ladan the Gershonite: Jehieli.આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો.
22 The sons of Jehieli: Zetham, and Joel his brother, over the treasures of the house of Yahweh.યહીએલનો પુત્રો ઝેથામ અને તેનો ભાઈ યોએલ પણ તે બધામાં હતા. તેઓ યહોવાના મંદિરના કોઠારની સંભાળ રાખતાં હતા.
23 Of the Amramites, of the Izharites, of the Hebronites, of the Uzzielites:તેમાંથી કેટલાક આમ્રામનાં યિસ્હારના, હેબ્રોનના અને ઉઝઝીએલના વંશજો હતા.
24 and Shebuel the son of Gershom, the son of Moses, was ruler over the treasures.શબુએલ ભંડારનો મુખ્ય અધિકારી હતો. શબુએલ ગેશોર્મનો પુત્ર હતો અને ગેશોર્મ મૂસાનો પુત્ર હતો.
25 His brothers: of Eliezer [came] Rehabiah his son, and Jeshaiah his son, and Joram his son, and Zichri his son, and Shelomoth his son.અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો.
26 This Shelomoth and his brothers were over all the treasures of the dedicated things, which David the king, and the heads of the fathers' [houses], the captains over thousands and hundreds, and the captains of the host, had dedicated.એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.
27 Out of the spoil won in battles did they dedicate to repair the house of Yahweh.એ લોકોએ યુદ્ધો દરમ્યાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ યહોવાના મંદિરને ભેટ તરીકે આપ્યો હતો.
28 All that Samuel the seer, and Saul the son of Kish, and Abner the son of Ner, and Joab the son of Zeruiah, had dedicated, whoever had dedicated anything, it was under the hand of Shelomoth, and of his brothers.ષ્ટા શમુએલ, કીશનો પુત્ર શાઉલ, નેરનો પુત્ર આબ્નેર, સરૂયાનો પુત્ર યોઆબે અથવા બીજું કોઇ પણ વ્યકિત ભેટ લાવે તે બધાની કાળજી રાખવાની જવાબદારી શલોમોથ અને તેના ભાઇઓને સોંપવામાં આવી હતી.
29 Of the Izharites, Chenaniah and his sons were for the outward business over Israel, for officers and judges.યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.
30 Of the Hebronites, Hashabiah and his brothers, men of valor, one thousand seven hundred, had the oversight of Israel beyond the Jordan westward, for all the business of Yahweh, and for the service of the king.યર્દન નદીની પશ્ચિમે આવેલા ઇસ્રાએલ દેશના વિસ્તારની જવાબદારી હેબ્રોન વંશજોમાંથી હસાબ્યા અને તેના 1,700 કુટુંબીજનોને સોંપવામાં આવી. તેઓ સર્વ નામાંકિત હતા અને તે વિસ્તારમાં જાહેર વહીવટ અને યહોવાની સેવા માટેના જવાબદાર અધિકારીઓ હતા.
31 Of the Hebronites was Jerijah the chief, even of the Hebronites, according to their generations by fathers' [houses]. In the fortieth year of the reign of David they were sought for, and there were found among them mighty men of valor at Jazer of Gilead.દાઉદના રાજ્યના ચાળીસમા વષેર્ હેબ્રોનના કુટુંબની વંશાવળી તપાસતા એના કાબેલ માણસો ગિલયાદમાં આવેલા યઝેરમાં વસતા માલૂમ પડ્યા હતા.
32 His brothers, men of valor, were two thousand seven hundred, heads of fathers' [houses], whom king David made overseers over the Reubenites, and the Gadites, and the half-tribe of the Manassites, for every matter pertaining to God, and for the affairs of the king.રાજા દાઉદે 2,700 આવા કાબેલ માણસોને- કુટુંબવાળાઓને રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના પ્રદેશનો ધામિર્ક અને રાજકીય વહીવટ સંભાળવાનું કામ સોંપ્યું.
Gujarati Bible