1 Chronicles 11 - DBY (Gujarati)
1 And all Israel assembled themselves to David to Hebron, saying, Behold, we are thy bone and thy flesh.ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ.
2 Even aforetime, even when Saul was king, thou wast he that leddest out and broughtest in Israel; and Jehovah thy God said to thee, Thou shalt feed my people Israel, and thou shalt be prince over my people Israel.ભૂતકાળમાં જ્યારે શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ તમે જ ઇસ્રાએલી સેનાની આગેવાની લેતા હતા, અને તમારા દેવ યહોવાએ તમને કહ્યું હતું કે, ‘મારા લોકોની, ઇસ્રાએલની સારસંભાળ લેનાર માણસ તું છે, તું જ તેમનો શાસનકર્તા થવાનો છે.”‘
3 And all the elders of Israel came to the king to Hebron; and David made a covenant with them in Hebron before Jehovah; and they anointed David king over Israel according to the word of Jehovah through Samuel.આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.
4 And David and all Israel went to Jerusalem, which is Jebus; where the Jebusites were, the inhabitants of the land.પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા.
5 And the inhabitants of Jebus said to David, Thou shalt not come in hither. But David took the stronghold of Zion, which is the city of David.યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.
6 And David said, Whoever smites the Jebusites first shall be chief and captain. And Joab the son of Zeruiah went first up, and was chief.દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.
7 And David dwelt in the stronghold; therefore they called it the city of David.દાઉદે એ ગઢમાં વસવાટ કર્યો અને તેથી તેનું નામ દાઉદ-નગર પડ્યું.
8 And he built the city round about, even from the Millo round about; and Joab renewed the rest of the city.દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા.
9 And David became continually greater; and Jehovah of hosts was with him.આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
10 And these are the chief of the mighty men whom David had, who shewed themselves valiant with him in his kingdom, with all Israel, to make him king, according to the word of Jehovah concerning Israel.દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે;
11 And this is the number of the mighty men whom David had: Jashobeam, the son of Hachmoni, the chief of the captains; he brandished his spear against three hundred, slain [by him] at one time.પહેલો હાખ્મોની કુલનો યાશોબઆમ જે રાજાની ખાસ સેનાનો નાયક હતો.તેણે ભાલા વડે 300 માણસોને એકી સાથે રહેંસી નાખ્યા હતા.
12 And after him, Eleazar the son of Dodo, the Ahohite; he was one of the three mighty men.વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો.
13 He was with David at Pas-dammim, where the Philistines were gathered together to battle; and there was [there] a plot of ground full of barley; and the people had fled from before the Philistines.જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું.
14 And they stood in the midst of the plot and delivered it, and smote the Philistines; and Jehovah wrought a great deliverance.પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો.
15 And three of the thirty chiefs went down to the rock to David, to the cave of Adullam, when the army of the Philistines was encamped in the valley of Rephaim.બીજી વખતે પલિસ્તીઓની એક ટુકડીએ જ્યારે રફાઇમની ખીણમાં છાવણી નાખી હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ અદુલ્લામની ગુફા નજીકના ખડક આગળ દાઉદને જઇને મળ્યા.
16 And David was then in the stronghold; and the Philistines' garrison was then at Bethlehem.તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી.
17 And David longed, and said, Oh that one would give me to drink of the water of the well of Bethlehem, which is in the gate!દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.”
18 And the three broke through the camp of the Philistines, and drew water out of the well of Bethlehem, which is in the gate, and took it, and brought it to David; David however would not drink of it, but poured it out to Jehovah.એટલે આ વીરત્રિપુટી પલિસ્તીઓની છાવણીમાં થઇને બેથલેહેમ પહોંચી, તેઓએ કૂવામાથી પાણી કાઢયું અને દાઉદ પાસે લઇ આવ્યા. દાઉદે તે પીવા ના પાડી. પણ યહોવા સમક્ષ તે પાણી અર્પણ તરીકે રેડી દીધું.
19 And he said, My God forbid it me, that I should do this thing! should I drink the blood of these men [who went] at the risk of their lives? for at the risk of their lives they brought it. Therefore he would not drink it. These things did the three mighty men.તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! એ તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર આ શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે એ લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. આ ‘વીરત્રિપુટી’ ઓના આવા કામો હતા.
20 And Abishai the brother of Joab, he was the chief of three; and he brandished his spear against three hundred and slew them; and he had a name among the three.યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણ શૂરવીરોનો સરદાર હતો. એક વખત તેણે ભાલા વડે 300 દુશ્મનો સાથે યુદ્ધ કરી તેમને પૂરા કર્યા હતા અને તે ત્રિપુટીમાં પ્રખ્યાત બની ગયો હતો.
21 Of the three he was more honourable than the two, and he was their captain; but he did not attain to the [first] three.ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.
22 Benaiah the son of Jehoiada, the son of a valiant man, great in exploits, of Kabzeel: he it was that smote two lions of Moab; and he went down and smote a lion in the midst of a pit on a snowy day.યહોયાદાનો પુત્ર કાબ્સેએલ ગામના બનાયાનો પરાક્રમી યોદ્ધો હતો. તેણે મોઆબના બે પ્રખ્યાત કદાવર પુરુષોને મારી નાખ્યા હતા. વળી એક વાર હિમ પડતું હતું ત્યારે કોતરમાં ઊતરીને તેણે એક સિંહને મારી નાખ્યો હતો.
23 He also smote the Egyptian, a man of stature, five cubits high: and in the Egyptian's hand was a spear like a weaver's beam; and he went down to him with a staff, and plucked the spear out of the Egyptian's hand, and slew him with his own spear.વળી, સાડાસાત ફૂટ ઊંચા મહાકાય મિસરીને મારનાર પણ એ જ હતો. એ મિસરી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. પણ બનાયા ફકત એક લાકડી લઇને તેની સામે પહોંચી ગયો. અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી તેના જ ભાલા વડે તેને મારી નાંખ્યો.
24 These things did Benaiah the son of Jehoiada, and he had a name among the three mighty men.ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને
25 Behold, he was honoured above the thirty, but he did not attain to the [first] three. And David set him in his council.ત્રીસ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં તે ઘણો પ્રખ્યાત હતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો નાયક બનાવ્યો હતો. તે ત્રિપુટીમાંનો એક નહોતો છતાં પણ.
26 And the valiant men of the forces were: Asahel the brother of Joab, Elhanan the son of Dodo of Bethlehem,દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે; યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,
27 Shammoth the Harorite, Helez the Pelonite,હરોરનો વતની શામ્મોથ, પલોનનો વતની હેલેસ;
28 Ira the son of Ikkesh the Tekoite, Abiezer the Anathothite,ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,
29 Sibbechai the Hushathite, Ilai the Ahohite,હુશાનો વતની સિબ્બખાય, અયોહીનો વતની ઇલાહ;
30 Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,નટોફાનો વતની માહરાય, હેલેદ-બાઅનાહનો પુત્ર અને નટોફાનો વતની,
31 Ittai the son of Ribai of Gibeah of the children of Benjamin, Benaiah the Pirathonite,બિન્યામીનના ગિબયાહનો વતની ઇથાય-રીબાયનો પુત્ર, પિરઆથોનનો વતની બનાયા;
32 Hurai of the brooks of Gaash, Abiel the Arbathite,ગાઆશની ઘાટ પાસેનો વતની હૂરાય, આર્બાથનો વતની અબીએલ,
33 Azmaveth the Baharumite, Eliahba the Shaalbonite,બાહરૂમનો વતની આઝમાવેથ, શાઆલ્બોનીનો વતની એલ્યાહબા,
34 Bene-Hashem the Gizonite, Jonathan the son of Shage the Hararite,ગેઝોનીના હાશેમના પુત્રો, હારારીનો વતની શાગેનો પુત્ર યોનાથન,
35 Ahiam the son of Sacar the Hararite, Eliphal the son of Ur,હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલીફાહ,
36 Hepher the Mecherathite, Ahijah the Pelonite,મખેરાથનો વતની હેફેર પલોનનો વતની અહિયા,
37 Hezro the Carmelite, Naarai the son of Ezbai,કામેર્લનો વતની હેસ્રો અને એઝબાયનો પુત્ર નાઅરાય,
38 Joel the brother of Nathan, Mibhar the son of Hagri,નાથાનનો ભાઇ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર,
39 Zelek the Ammonite, Naharai the Berothite, the armour-bearer of Joab the son of Zeruiah,આમ્મોનનો પુત્ર સેલેક, બેરોથનો પુત્ર નાહરાય-જે સરૂયા પુત્ર યોઆબનો શસ્રવાહક હતો;
40 Ira the Ithrite, Gareb the Ithrite,યિથોના ઇરા, અને ગારેબ,
41 Uriah the Hittite, Zabad the son of Ahlai,ઊરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ,
42 Adina the son of Shiza the Reubenite, a captain of the Reubenites, and thirty with him;રૂબેનના કુલસમૂહના શીઝાનો પુત્ર અદીના, જે રૂબેનના કુલના આગેવાનોમાંનો એક હતો. અને તેની સાથે બીજા ત્રીસ હતા.
43 Hanan the son of Maachah, and Joshaphat the Mithnite,માઅખાહનો પુત્ર હાનાન, મિથ્નાનનો વતની યહોશાફાટ,
44 Uzzia the Ashtarothite, Shama and Jeiel the sons of Hotham the Aroerite,આશ્તરાથી ઉઝિઝયા, હોથામનો પુત્ર શામા અને અરોએરનો યેઇએલ.
45 Jediael the son of Shimri, and Joha his brother, the Tizite,શિમ્રીનો પુત્ર યદીઅએલ, યદીઅએલનો ભાઇ તીસાનો વતની યોહા તીસી;
46 Eliel of Mahavim, and Jeribai, and Joshaviah, the sons of Elnaam, and Jithmah the Moabite,માહવીનો પુત્ર અલીએલ, એલ્નાઆમના પુત્ર યરીબાય તથા યોશાવ્યા ને મોઆબી યિથ્માહ.
47 Eliel, and Obed, and Jaasiel the Mezobaite.યાઅસીએલ, ઓબેદ અને મસોબાનો વતની અલીએલ.
Gujarati Bible