Zechariah 1:20 in Gujarati

Gujarati Gujarati Bible Zechariah Zechariah 1 Zechariah 1:20

Zechariah 1:20
ત્યારબાદ યહોવાએ મને ચાર લુહારો બતાવ્યાં;

Zechariah 1:19Zechariah 1Zechariah 1:21

Zechariah 1:20 in Other Translations

King James Version (KJV)
And the LORD shewed me four carpenters.

American Standard Version (ASV)
And Jehovah showed me four smiths.

Darby English Bible (DBY)
And Jehovah shewed me four craftsmen.

World English Bible (WEB)
Yahweh showed me four craftsmen.

Young's Literal Translation (YLT)
And Jehovah doth shew me four artizans.

And
the
Lord
וַיַּרְאֵ֣נִיwayyarʾēnîva-yahr-A-nee
shewed
יְהוָ֔הyĕhwâyeh-VA
me
four
אַרְבָּעָ֖הʾarbāʿâar-ba-AH
carpenters.
חָרָשִֽׁים׃ḥārāšîmha-ra-SHEEM

Cross Reference

પુનર્નિયમ 33:25
તેની ભૂંગળો લોખંડ અથવા પિત્તળની થશે, તે સદા માંટે બળવાન રહે.

ઝખાર્યા 10:3
યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.

ઝખાર્યા 9:12
તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો, હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે, હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા બેવડા આશીર્વાદ આપીશ.

મીખાહ 5:8
યાકૂબના બચી ગયેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના જેવા, તથા ઘેટાંનાઁ ટોળામાં સિંહના બચ્ચા જેવા થશે; કે જે તેઓમાં થઇને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઇ હોતું નથી.

મીખાહ 5:5
હવે ત્યાં શાંતિ હશે, આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે, ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.

ઓબાધા 1:21
ઉધ્ધારકો સિયોન પર્વત પર જશે અને એસાવના પર્વતનો ન્યાય કરશે અને યહોવા પોતે રાજા બનશે. 

યશાયા 54:15
જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ. જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

ન હેમ્યા 9:27
માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા, જેઓએ તેમને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું; અને મહાન દયાળુ હોવાથી તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.

1 શમુએલ 12:11
“આથી યહોવાએ યરૂબ્બઆલને, બરાકને, યફતાને અને છેવટે મને મોકલ્યો અને તમાંરી આસપાસના શત્રુઓથી તમાંરું રક્ષ્ૅંણ કર્યુ અને તમે સૌ સુરક્ષાથી રહેવા લાગ્યા.

ન્યાયાધીશો 11:18
“ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી.

ન્યાયાધીશો 11:16
જયારે ઈસ્રાએલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં થઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોચ્યા.

ઝખાર્યા 12:2
“હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે.