Psalm 92:6
ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
Psalm 92:6 in Other Translations
King James Version (KJV)
A brutish man knoweth not; neither doth a fool understand this.
American Standard Version (ASV)
A brutish man knoweth not; Neither doth a fool understand this:
Bible in Basic English (BBE)
A man without sense has no knowledge of this; and a foolish man may not take it in.
Darby English Bible (DBY)
A brutish man knoweth not, neither doth a fool understand it.
Webster's Bible (WBT)
O LORD, how great are thy works! and thy thoughts are very deep.
World English Bible (WEB)
A senseless man doesn't know, Neither does a fool understand this:
Young's Literal Translation (YLT)
A brutish man doth not know, And a fool understandeth not this; --
| A brutish | אִֽישׁ | ʾîš | eesh |
| man | בַּ֭עַר | baʿar | BA-ar |
| knoweth | לֹ֣א | lōʾ | loh |
| not; | יֵדָ֑ע | yēdāʿ | yay-DA |
| neither | וּ֝כְסִ֗יל | ûkĕsîl | OO-heh-SEEL |
| fool a doth | לֹא | lōʾ | loh |
| understand | יָבִ֥ין | yābîn | ya-VEEN |
| אֶת | ʾet | et | |
| this. | זֹֽאת׃ | zōt | zote |
Cross Reference
ગીતશાસ્ત્ર 73:22
કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
ગીતશાસ્ત્ર 94:8
હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?
ગીતશાસ્ત્ર 49:10
બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
1 કરિંથીઓને 2:14
જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે.
લૂક 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”
ચર્મિયા 10:14
તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
યશાયા 1:3
બળદ જેમ પોતાના ધણીને ઓળખે છે અને ગધેડો પોતાના ધણીની ગભાણને ઓળખે છે; પણ ઇસ્રાએલને ડહાપણ અને સમજણ નથી.”
નીતિવચનો 30:2
નિશ્ચિતરીતે હું માણસોની વચ્ચે મહામૂર્ખ છું. હું માનવ જેવો નથી. મારામાં માણસ જેવી બુદ્ધિ નથી.
નીતિવચનો 24:7
ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.
નીતિવચનો 1:22
“હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?
ગીતશાસ્ત્ર 75:4
“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
ગીતશાસ્ત્ર 32:9
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે. તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
ગીતશાસ્ત્ર 14:1
મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.