અયૂબ 36:9
અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું. દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા. દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા.
Then he sheweth | וַיַּגֵּ֣ד | wayyaggēd | va-ya-ɡADE |
them their work, | לָהֶ֣ם | lāhem | la-HEM |
transgressions their and | פָּעֳלָ֑ם | pāʿŏlām | pa-oh-LAHM |
that | וּ֝פִשְׁעֵיהֶ֗ם | ûpišʿêhem | OO-feesh-ay-HEM |
they have exceeded. | כִּ֣י | kî | kee |
יִתְגַּבָּֽרוּ׃ | yitgabbārû | yeet-ɡa-ba-ROO |
Cross Reference
1 તિમોથીને 1:15
હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું.
1 કરિંથીઓને 11:32
પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.
અયૂબ 15:25
તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે અને સર્વસમર્થ દેવની સામે લડે છે.
રોમનોને પત્ર 5:20
લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો.
લૂક 15:17
“તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.
હઝકિયેલ 18:28
તેણે વિચાર કરીને પોતાનાં પાપોથી પાછા ફરવાનો અને સારું જીવન જીવવાનો નિર્ણય કર્યો છે; તેથી તે જરૂર જીવશે, તે મૃત્યુ પામશે નહિ.”
યર્મિયાનો વિલાપ 3:39
પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?
યશાયા 59:12
હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમને અમારા પાપોનું ભાન છે, અમારા પાપ અમે જાણીએ છીએ.
ગીતશાસ્ત્ર 119:71
મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
ગીતશાસ્ત્ર 119:67
ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી, પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
ગીતશાસ્ત્ર 94:12
હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.
ગીતશાસ્ત્ર 5:10
હે દેવ, એ સૌને તમે દોષી ગણો, અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો, તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
અયૂબ 10:2
હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો.
2 કાળવ્રત્તાંત 33:11
તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.
પુનર્નિયમ 4:21
“પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, “તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.”