Job 9:20
હું નિદોર્ષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું, હું નિદોર્ષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે.
Job 9:20 in Other Translations
King James Version (KJV)
If I justify myself, mine own mouth shall condemn me: if I say, I am perfect, it shall also prove me perverse.
American Standard Version (ASV)
Though I be righteous, mine own mouth shall condemn me: Though I be perfect, it shall prove me perverse.
Bible in Basic English (BBE)
Though I was in the right, he would say that I was in the wrong; I have done no evil; but he says that I am a sinner.
Darby English Bible (DBY)
If I justified myself, mine own mouth would condemn me; were I perfect, he would prove me perverse.
Webster's Bible (WBT)
If I justify myself, my own mouth will condemn me: if I say, I am perfect, that also will prove me perverse.
World English Bible (WEB)
Though I am righteous, my own mouth shall condemn me. Though I am blameless, it shall prove me perverse.
Young's Literal Translation (YLT)
If I be righteous, Mine mouth doth declare me wicked, Perfect I am! -- it declareth me perverse.
| If | אִם | ʾim | eem |
| I justify | אֶ֭צְדָּק | ʾeṣdoq | ETS-doke |
| mouth own mine myself, | פִּ֣י | pî | pee |
| shall condemn | יַרְשִׁיעֵ֑נִי | yaršîʿēnî | yahr-shee-A-nee |
| I say, I if me: | תָּֽם | tām | tahm |
| am perfect, | אָ֝֗נִי | ʾānî | AH-nee |
| me prove also shall it perverse. | וַֽיַּעְקְשֵֽׁנִי׃ | wayyaʿqĕšēnî | VA-ya-keh-SHAY-nee |
Cross Reference
અયૂબ 34:35
‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’
અયૂબ 15:5
તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ, તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.
યાકૂબનો 3:2
આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.
1 તિમોથીને 6:5
પણ ભ્રષ્ટ મતિના લોકોથી પરિણામે સતત દલીલબાજી થાય છે. એ લોકોએ સત્ય ખોઈ નાખ્યું છે. તેઓ એવું માનતા હોય છે કે દેવની સેવા તો કમાઈનું સાધન છે.
ફિલિપ્પીઓને પત્ર 3:12
હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે.
લૂક 16:15
ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.
લૂક 10:29
પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?”
માથ્થી 12:36
પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે.
યશાયા 6:5
ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”
નીતિવચનો 17:20
કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે.
નીતિવચનો 10:19
બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.
ગીતશાસ્ત્ર 143:2
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
ગીતશાસ્ત્ર 130:3
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
અયૂબ 35:16
તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે. અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે. એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”
અયૂબ 33:8
મારી સુનાવણીમાં તમે કહ્યું છે, ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’
અયૂબ 32:1
પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિદોર્ષ હતો.
અયૂબ 9:2
“હા, હું જાણું છું કે તું સાચું બોલે છે. પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?
અયૂબ 4:17
‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે?
અયૂબ 1:1
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.