2 Kings 15

fullscreen32 ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો.

fullscreen33 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી.

fullscreen34 તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.

fullscreen35 પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)

fullscreen36 યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

fullscreen37 એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.